[ahmedabad] - અમદાવાદમાં શાસ્ત્રોત વિધિથી કરાયું શસ્ત્રપૂજન, ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યાં હાજર
અમદાવાદ: દશેરાના દિવસે સમગ્ર દેશમાં અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરવાનો રિવાજ છે. જેમાં આમથી લઈને ખાસ તમામ પોતાના શસ્ત્રોની શાસ્ત્રોત વિધિથી પૂજા કરીને પંરપરા પૂર્ણ કરે છે. આજે ગુજરાત પોલીસ દ્વારા પણ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. સવારે 8.30 વાગ્યે અમદાવાદના પોલીસ હેડક્વાર્ટર ખાતે ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ શસ્ત્રોની પૂજા કરી હતી. દર વખતે અમદાવાદ હેડક્વાર્ટરમાં આ રીતે દશેરાના દિવસે શસ્ત્રપૂજન થાય છે. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં મોટા પ્રમાણમાં હથિયારોનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. જેથી આ દિવસે હેડક્વાર્ટરમાં જ ખાસ શસ્ત્રપૂજન કરવામાં આવે છે.
વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો......
ફોટો - http://v.duta.us/wJIvNAAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kinL6wAA