[ahmedabad] - ગરબે ઘુમીને ઘરે પરત ફરતા ખેલૈયાઓની મદદ કરે છે કોલેજિયન્સ

  |   Ahmedabadnews

+1બીજી સ્લાઈડ્સ જુઓ

ગરબા રમીને રાત્રે ઘરે પરત ફરતી વખતે ટુ વ્હિલર પર રાઈડ ફોર હ્યુમેનિટીનું સ્ટીકર દેખાય અને જો આ ટુ વ્હિલર તમને લિફ્ટ આપે તો ગભરાશો નહીં. આ લિફ્ટ આપનાર વ્યકિતઓ એલ.ડી કોલેજના વોલિયેન્ટર્સ છે. એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ દ્વારા નવરાત્રિ સમયે જ અનોખુુ રાઈડ ફોર હ્યુમિનિટી કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રિ સમયે કોઈ પણ વ્યકિત લિફ્ટ માંગે તો તેની મદદ સ્ટુડન્ટસ કરી રહ્યા છે. કોલેજ આખુ વર્ષ આ કેમ્પેઈન ચલાવશે.

રાઈડ ફોર હ્યુમિનિટી : એલ.ડી. કોલેજના યંગસ્ટર્સે નવરાત્રિમાં 1500ને લિફ્ટ આપી

કેમ્પેઈનમાં અત્યાર સુધી 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયાં

રાઈડ ફોર હ્યુમેનિટી કેમ્પેઈનમાં જે પણ વિદ્યાર્થીઓ જોડાયા છે તેમની ઓળખ માટે એલ.ડી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને એક સ્ટીકર બાઈક પર લગાવવા માટે આપવામાં આવ્યુ છે. આ કેમ્પેઈનમાં 1 હજારથી વધારે વિદ્યાર્થીઓ જોડાયા છે અને પહેલી નવરાત્રિથી લઈને અત્યાર સુધીમાં લગભગ 1500 ખેલૈયાઓને મોડી રાત્રે લિફ્ટ આપી ચૂક્યા છે....

ફોટો - http://v.duta.us/9L6ndAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KnOhhwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬