[ahmedabad] - નહીં મેલું રે...તારા ફળિયામાં પગ નહીં મેલું...! તસવીરોમાં જુઓ ખૈલેયાઓનો મિજાજ, ઉત્સાહ પહોંચ્યો ચરમસીમાએ
અમદાવાદ: નવરાત્રિના આઠમાં નોરતમાં ખેલૈયાઓનો મિઝાજ જ કઈક અલગ જ હતો. નવલી નવરાત્રીમાં આઠમે નોરતે ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબે રમ્યા હતાં. શરૂઆતનાં બે ત્રણ દિવસોના શુષ્ક માહોલ પછી પાંચમા નોરતાથી શહેરના ગરબા પ્રેમીઓ હૈયે હૈયું દળાય તેમ મન મૂકીને ગરબા રમતાં નજરે પડ્યાં હતાં. આ વર્ષે નવરાત્રીમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં પહેલાં નોરતાને બાદ કરતાં પાર્કિંગ તેમજ બીજી વ્યવસ્થાની ખેલૈયાઓને તકલીફ પડી ન હતી અને એટલે જ સાતમા અને આઠમા નોરતામાં તેમની સંખ્યા પણ ખૂબ જોવા મળી હતી.
નહીં મેલું રે... તારા ફળિયામાં પગ નહીં મેલું...!
નવરાત્રિની છેલ્લી છેલ્લી રાતોમાં ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમા પર પહોંચે છે. નોરતાની વિદાય અને આઠમા નોરતાએ ભારે રંગત જમાવી હતી. કલ્હાર એક્ઝોટિકામાં બુધવારે ખેલૈયાઓએ રમાય એટલું રમી લઈએ એમ નક્કી કરીને મન મૂકીને ગરબા રમ્યા કેમ કે પછી તો આવતે વર્ષે ગરબા રમવા મળશે. નવરાત્રીમાં આજે નવમી અને અંતિમ રાત્રિ છે ત્યારે ખેલૈયાઓ આ દિવસોમાં પોતાના ફેવરિટ સ્ટેપ સાથે ગરબે રમશે....
ફોટો - http://v.duta.us/lCZyBwAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/v_3dZAAA