[ahmedabad] - પૂર્વ CM શંકરસિંહના પુત્ર અને પૂર્વ MLA મહેન્દ્રસિંહનું ત્રણ મહીનામાં જ ભાજપમાંથી રાજીનામું
અમદાવાદઃ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ વાઘેલાએ ત્રણ મહીનામાં જ ભાજપ છોડી દીધો છે. બાયડ બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહે રાજ્યસભાની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. ત્યાર બાદ ગત જુલાઇમાં ભાજપમાં જોડાયા હતા, અને તેમને ભાજપમાંથી લોકસભાની ટિકિટ મળવાની હોવાની પણ ચર્ચા ચાલી હતી. જો કે આજે તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજીનામું મોકલી આપ્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, હું વ્યક્તિગત કારણોથી ભાજપમાંથી રાજીનામું આપું છું.
2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ સામે કર્યો હતો બળવો
આ પહેલા મહેન્દ્રસિંહ બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા, પરંતુ 2017ના ઓગસ્ટ માસમાં રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે રાજીમાનું આપ્યું હતું. કોંગ્રેસના અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં મહેન્દ્રસિંહ પણ સમાવેશ થાય છે....
ફોટો - http://v.duta.us/jgPbxwAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0qljgwAA