[bharuch] - જાહેરમાં ટેન્કરમાંથી કેમિકલ ઠાલવતો શખ્સ ઝડપાયો
વાગરા તાલુકાના ગંધાર ગામ પાસે ટેન્કરમાંથી કેમિકલ જાહેરમાં જળસ્ત્રોતમાં ઠાલવવાનો કારસો વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઇને અેક શખ્સ નાસી છુટ્યો હતો. જ્યારે અન્ય અેક ઝડપાઇ જતાં પોલીસે બન્ને વિરૂદ્ધ જળસ્ત્રોતને નુકશાન કરવા સાથે લોકોન જીંદગી જોખમાય તેવું કૃત્ય કરવા સબબનો ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાગરા પોલીસની ટીમ પખાજણ અાઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળાં ગંધાર ગામ પાસે પાણીના નાના ખાડાઅો ભરેલી જગ્યાઅે અેક ટેન્કર ઉભેલું હોવાનું અને તેમની ગતિવિધી શંકાસ્પદ હોવાની જણાતાં તેમણે તપાસ કરતાં ટેન્કરમાંથી પાઇપલાઇન મારફતે જાહેરમાં કેમિકલ ઠાલવતાં હોવાનું જણાયું હતું.
પોલીસની ટીમ પહોંચતાં બે શખ્સો ત્યાંથી ભાગવા જતાં પોલીસે દલતપ શંકર ચાવડા (રહે. પોરડા, ખેડા) નામના અેક શખ્સને ઝડપી પાડ્યો હતો....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UUg_iwAA