[bharuch] - માતાજીના સ્થાનક પાસે મગર આવી જતા કુતુહલ સર્જાયું
ભરૂચની નર્મદા કોલેજ નજીક બિલ્ડીંગ બાંધકામ માટે આવતા મજુરવર્ગના તંબુમાં 3 ફૂટ લાબું બચ્ચું ખોડિયાર માતાજીના સ્થાનક ઉપર આવીને બેસી જતા તેના દર્શન કરવા લોકો ઉમટી પડયા હતા.જોકે જીવદયા પ્રેમીઓ મગરનું રેક્સ્યૂ કરી પકડીને સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હતી.
ભરૂચથી શુકલતીર્થ તરફ જતા માર્ગ પર નર્મદા કોલેજ નજીક નિર્માણ પામી રહેલ બિલ્ડીંગના બાંધકામ અંગે ત્યાંજ અંદરની સાઈડમાં તંબુ બાંધી મજુરવર્ગ રહે છે.બુધવારે વહેલી સવારના એક મજુરના તંબુમાં 3 ફૂટ જેટલું લાબું મગરનું બચ્ચું આવીને પૂજા કરવા બનાવેલ ખોડિયાર માતાજીના સ્થાનક ઉપર બેસી ગયું હતું.પ્રથમ તો મજુર વર્ગના જીવ તાળવે ચોંટી ગયા હતા.હાલમાં આસો નવરાત્રી તથા આઠમ નિમત્તે માતાજીના સ્થાનક પાસે મગર આવી જવાની વાત વાયુવેગે લોકોમાં પ્રસરી જતા દર્શન કરવા લોકોએ પડાપડી કરી હતી.5 થી 7 કલાક માતાજીના સ્થાનક પર બેસી રહ્યા બાદ બનાવની જાણ સ્થાનિકોએ જીવદયા પ્રેમી સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફર ટ્રસ્ટના સભ્યોને કરી હતી.તેમની ટીમે જગ્યા પર પહોંચીને મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરીને ઝડપી પાડી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હતી....
ફોટો - http://v.duta.us/wx-WkAAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lYnrogAA