[bhavnagar] - અગીયારસથી શરદ પૂનમ સુધીના ગરબા યોજાતા

  |   Bhavnagarnews

ગુજરાતીઓ અને ગરબા એકબીજાના પુરક છે, નવરાત્રિનો તહેવાર ધાર્મિક મહત્વ તો ધરાવે જ છે, સમગ્ર નવરાત્રિ દરમિયાન ગરબા અને દાંડીયારાસ માણ્યા બાદ ભાવનગરની ભારતીય સોસયાટીમાં અગીયારસથી શરદ પૂનમના ચાર દિવસીય દાંડીયા રાસનું પણ આયોજન કરાતુ હતુ.

ધાર્મિક રીતે નવરાત્રિના નવ નોરતા દરમિયાન ગરબા અને દાંડીયારાસનું મહત્વ હોય છે, અને ક્યાંક ક્યાંક શરદ પૂનમના એક દિવસીય દાંડીયારાસના આયોજન થાય છે. વડવા અને તેની આજુબાજુના વિસ્તારના લોકો નવરાત્રિના નવ દિવસ તો દાંડીયા રાસ અને ગરબાના આયોજનોના ઉત્વસ માણે જ છે, પરંતુ દશેરા બાદ અગીયારસથી શરદ પૂનમ સુધી એસ.ટી.સ્ટેન્ડની સામે આવેલી ભારતીય સોસયાટીના રહીશો દ્વારા ચાર દિવસીય આયોજન છેલ્લા 30 વર્ષથી કરવામાં આવતુ હતુ. જો કે આ દાંડીયારાસ-ગરબા સાથે કોઇ ધાર્મિક મહત્વ જોડાયેલુ ન હતુ. પરંતુ વડવા અને આજુબાજુના વિસ્તારના નાગરિકો ભારતીય સોસાયટીમાં યોજાતા આ અનોખા દાંડીયારાસની ચાર દિવસ સુધી મોજ માણતા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/49ViiwAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬