[bhavnagar] - પોતાના સંસારનો ત્યાગ કરી સમાજની ચિંતા કરે એનું નામ સંત : પૂ. નિત્યસ્વરૂપદાસજી
ભાવનગર ઃ પોતાના સંસારનો ત્યાગ કરી સમાજની ચિંતા કરે એનું નામ સંત તેમ શહેરના ચિત્રા મુખ્ય સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવ અંતર્ગત યોજાયેલા એક કાર્યક્રમમાં સંત પૂ. નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, આદિ અનાદી કાળથી ભારતના સંતની મહાનતા અવિચળ અને અડગ છે આ દુનિયામાં સંત જેવી પદવી કોઇ હોતી નથી.
સ્વામીજીએ આગળ કહ્યુ હતુ કે, માયાના અંધકારમાંથી જગાડી પરમાત્માને શરણે સમપર્ણ કરવો એ આ સાધુનું હમેંશના માટે કર્તવ્ય રહ્યુ છે. જેને સમાજની સાથે કંઇ લેવા-દેવા નથી, સંસારનો અને મા-બાપનો ત્યાગ કરી દીધો, બેન-ભાઇને રડતા મુકીને સમાજના કલ્યાણાર્થે નીકળી પડયા અને પરિવારની ચિંતાનો ત્યાગ કરી આખા વિશ્વમાં શાંતિ પથરાય, સમગ્ર માનવ સૃષ્ટિ હળી-મળીને રહે,અેક પરિવાર બનીને રહે તેવુ જીવન વ્યતિત કરે,એમને સંસાર પાસેથી કંઇ લેવુ નથી, એમનો કોઇ સ્વાર્થ નથી બસ એમણે તો પોતાનું જીવન સમાજને માટે યા હોમ કરી દીધુ છે....
ફોટો - http://v.duta.us/JXonNgAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6_gxyAAA