[bhavnagar] - ભાવનગરમાં દશેરા નિમિતે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન, રજવાડી ઠાઠ સાથે નીકળી ભવ્ય રેલી

  |   Bhavnagarnews

ભાવનગરઃ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભાવનગર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાયત્રી મંદિરથી ગરાસીયા બોર્ડિંગ સુધી રજવાડી ઠાઠ સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડીલો જૂની પરંપરા પ્રમાણે સાફા, શસ્ત્ર, ટુ વ્હીલ, ફોર વ્હીલ, ઘોડા સાથે આવી પહોંચ્યા

અસત્ય પર સત્યના વિજયની એટલે કે દશેરાની ઉજવણી ભાવનગરમાં કરવામાં આવી હતી. ભાવનગર ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષની જેમ જ પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાવનગર મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજન કર્યું હતું. આ પુજન બાદ દેશ માટે શહીદી વ્હોરનાર જવાનોને યાદ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ગાયત્રી મંદિરથી ગરાસીયા બોર્ડિંગ સુધી રજવાડી ઠાઠ સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. જેમાં સમાજના દરેક યુવાનો અને વડીલો જૂની પરંપરા પ્રમાણે સાફા, શસ્ત્ર, ટુ વ્હીલ, ફોર વ્હીલ, ઘોડા સાથે આવી પહોંચ્યા હતા.

ફોટો - http://v.duta.us/VC4l8AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/WnhxNwAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬