[gujarat] - ગુજરાતના આ શહેરમાં દશેરાના દિવસે રંગબેરંગી પતંગો ઊડશે, કારણ છે રસપ્રદ
ઐતિહાસિક અને દેવનગરી સિદ્ધપુરમાં દશેરાનો પર્વ અનોખી રીતે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારત દેશમાં ઉતરાયણના દિવસે પતંગ મહોત્સવ ઉજવાય છે જ્યારે સિદ્ધપુરમાં ઉતરાયણના દિવસે માત્ર દાન પુન્ય કરવામાં આવે છે અને પતંગ મહોત્સવ ઉત્તરાયણની જગ્યાએ દશેરાના દિવસે ઉજવવામાં આવે છે જેથી આવતીકાલે ગુરૂવારે સિદ્ધપુરમાં પતંગોના પેચ જામશે અને એ લપેટની ચીસો ગુંજશે. દશેરાના દિવસે સિદ્ધપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે સાથોસાથ લોકો ફાફડા જલેબીની પણ મજા માણે છે. હાલમાં બજારમાં પતંગ અને દોરીની ખરીદી કરવા તેમજ માંજો પીવરાવવા માટે લોકોની ભીડ જામી છે. દશેરાના દિવસે પતંગોત્સવ થતો હોય તેવું સમગ્ર ભારત દેશમાં એક માત્ર શહેર સિદ્ધપુર જ છે. અનોખી દશેરાની પતંગોત્સવથી થતી ઉજવણી માટે હાલમાં બજારમાં ઠેર ઠેર માંજો પીવરાવવાના ચરખા લાગી ગયા છે તો અનેક પતંગોની દુકાનો પણ ખુલી ગઈ છે. ૭૦ રૂપિયા પ્રતિ કોડીથી લઈ અનેક ક્વોલીટીના અવનવા પતંગો બજારમાં વેચાઈ રહ્યા છે તો રેડીમેડ બરેલી દોરી એ પણ બજારમાં આકર્ષણ જમાવ્યું છે....
ફોટો - http://v.duta.us/HbSOLwAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-ugddAAA