[gujarat] - ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ, શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહના BJPને રામ રામ

  |   Gujaratnews

ગુજરાતના રાજકારણમાં મોટું ભંગાણ પડ્યું છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે શંકરસિંહ વાઘેલાનો પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના પુત્રએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઇએ કે, 3 મહિના અગાઉ મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા. પરંતુ કોઈક કારણસર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. મહેન્દ્રસિંહ વાઘેલાએ જીતુ વાઘાણીએ પત્ર લખીને રાજીનામું મોકલી આપ્યું છે.

કોંગ્રેસ સાથે છેડો ફાડી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ અષાઢી બીજના સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહે રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ છોડ્યું હતું. હવે લોકસભાની ચૂંટણી અગામી વર્ષે યોજાવાની છે તે પહેલા ભાજપને રામ રામ કહી દીધા છે.

તમને જણાવી દઇએ કે, મહેન્દ્રસિંહ અગાઉ બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા પણ રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે રાજીમાનું આપ્યું હતું. કોંગ્રેસના અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં મહેન્દ્રસિંહનો પણ સમાવેશ થાય છે.

ફોટો - http://v.duta.us/U3PNtgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/JfUvSQAA

📲 Get gujaratnews on Whatsapp 💬