[gujarat] - જાતિ અંગેના ખોટા સર્ટી મેળવનારા સામે પગલાં ભરવાના કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી

  |   Gujaratnews

એસસી, એસટી, ઓબીસી જાતિના પ્રમાણપત્ર જો બોગસ નીકળશે તો પ્રમાણપત્ર મેળવનાર, પ્રમાણપત્ર આપનાર કે મદદ કરનારાને હવે ત્રણ વર્ષ સુધીની જેલ તથા 50 હજાર સુધીનો દંડ થશે. ગુજરાત વિધાનસભા ગૃહે પસાર કરેલા આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.

જો બોગસ સર્ટીના આધારે કોઈએ નોકરી મેળવી હશે તો નિમણૂક પણ રદ્ થશે. ખોટા સર્ટીના આધારે કોઈ ચૂંટણી લડયા હશે તો તેનું ધારાસભ્ય, સંસદ સભ્ય કે ગ્રામ પંચાયતના સભ્ય, સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય કે જિલ્લા પંચાયતના સભ્ય તરીકેનું પદ પણ રદ્ કરવામાં આવશે.

જાતિ અંગેના ખોટા સર્ટી મેળવનારા સામે પગલાં ભરવાના કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આ સંદર્ભે માહિતી આપતાં રાજ્યના આદિજાતિ મંત્રીએ કહ્યું કે, હવે ખોટા સર્ટી આધારે ચૂંટણી લડનારા પણ ગેરલાયક ઠરશે, સભ્ય પદ રદ થશે. જાતિનું પ્રમાણ પત્ર ખોટું સાબિત થશે તો નોકરીમાંથી બરતરફ કરાશે, શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હશે તો ડિગ્રી જપ્ત થશે....

ફોટો - http://v.duta.us/tHSP5wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ctcXuQAA

📲 Get gujaratnews on Whatsapp 💬