[gujarat] - માત્ર ત્રણ રૂપિયા માટે હજારોની છેતરપીંડીનો પર્દાફાશ, અ’વાદના જાણીતા મોલની ઘટના

  |   Gujaratnews

માત્ર ત્રણ રૂપિયાના કારણે વસ્ત્રાપુર ખાતેના અમદાવાદ વનમોલમા આવેલા શોપર્સસ્ટોપના શો રૂમમાં છેતરપીંડીના ચાલતા ગતકડાનો પર્દાફાશ થયો છે. ગ્રાહકોના ગિફ્ટકાર્ડથી ઓનલાઇન ખરીદી કરીને રૂપિયા 19 હજારની છેતરપીંડી આચરનારા શો-રૂમના બે કર્મચારી સહિત 6 વિરુદ્ધ ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, વસ્ત્રાપુર ખાતેના અમદાવાદ વનમોલમાં શોપસ્ટોપના શોરૂમમાં કંપનીએ ગ્રાહકોને આપેલા ગિફ્ટ કાર્ડના પિન નંબર મેળવીને છેતરપીંડી આચરવામાં આવતી હતી. ગીફ્ટકાર્ડ સ્વાઈપ કરીને અથવા સ્ક્રેચ કરીને ખરીદી થતી હતી. જેમાં 19 હજારની છેતરપીંડીની ઘટના બની હતી.

આ ઘટનામાં છ જેટલા આરોપીઓએ અલગ- અલગ વ્યક્તિના ગીફ્ટકાર્ડમાંથી રૂપિયા 19 હજારની કિંમતની ખરીદી કરી હતી. જેમાં જય ચૌહાણ નામના મુખ્ય આરોપીએ રૂપિયા 10003ની ખરીદી કરી હતી. પરંતુ જે ગીફ્ટકાર્ડમાંથી ખરીદી કરી તેમા રૂ. 10 હજારની જ ક્રેડીટ હતી. પરિણામે જય ચૌહાણે 3 રૂપિયા પોતાના પેટીએમથી ચૂકવ્યા હતા. જેના કારણે આ સમગ્ર ગતકડૂ સામે આવ્યું છે.

ફોટો - http://v.duta.us/HJdQSwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/t82L4QAA

📲 Get gujaratnews on Whatsapp 💬