[gujarat] - સ્ટેચ્યૂનાં લોકાર્પણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેન દ્વારા આવે તેવી શક્યતા

  |   Gujaratnews

। કેવડિયા કોલોની ।

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ કરવા માટે સી પ્લેન દ્વારા આવે અને નર્મદા ડેમ વિસ્તારના તળાવ નં-૩માં ઉતરાણ કરે તેવી શકયતા છે. મુખ્યમંત્રી રૂપાણીના અગ્રસચિવ કે. કૈલાશનાથન, પંકજ કુમાર સહિતના અધિકારીઓએ નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. નર્મદા નિગમના અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. જ્યાં ટેન્ટસિટી બની રહ્યું છે. ત્યાં નજીક નર્મદા ડેમનું તળાવ નં.૩ છે. જેમાં પાણી ઘણું ઊંડું છે અને પહોળાઇ પણ ઘણી સારી છે. એક શક્યતા એવી છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સી-પ્લેન દ્વારા આવી શકે છે. ગયા વર્ષે નર્મદા ડેમનું લોકાપર્ણ બાદ વડાપ્રધાન મોદીએ કેવડિયાથી ૬૫ કિલોમીટર દૂર ડભોઇ ખાતે એક મોટી વિશાળ જનમેદનીની જાહેરસભા સંબોધી હતી, પરંતુ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણને પખવાડિયું બાકી છે. ત્યારે નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વચ્ચેની જગ્યામાં ૫થી ૧૦ હજાર માણસો સમાઇ શકે તેવો મંડપ બનાવવામાં આવશે, જેમાં મોટાભાગના આમંત્રિતો બેસી શકશે. આ કાયક્રમ સવારે જ યોજાશે તેમ ચર્ચાઇ રહ્યું છે. વડા પ્રધાનની સાથે આવનાર અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ હેલિકોપ્ટર દ્વારા આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ આ બધુ હજુ પ્રાથમિક તબક્કે છે. હજુ સત્તાવાર કોઇ જાહેરાત થઇ નથી.

ફોટો - http://v.duta.us/HbSOLwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hfav9wAA

📲 Get gujaratnews on Whatsapp 💬