[gujarat] - સુરત: 35 હજાર દીવાની મહાઆરતી, ઝળહળી ઉઠ્યું ઉમિયાધામ

  |   Gujaratnews

નવરાત્રિની આઠમ નિમિત્તે સુરતમાં ઉમિયાધામ ખાતે મહાઆરતી અને મશાલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમની પવિત્ર રાત્રિએ પારંપરિક રીતે ગરબા, મશાલ અને 35 હજારથી વધુ દિવડાઓથી માતાજીની ભિન્ન રીતે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતાં.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ ખાતે આસો સુદ આઠમની મહા આરતીમાં 35 હજારથી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા અને અલૌકિક વાતાવરણમાં મહા આરતીનો લાભ લીધો હતો. છેલ્લા 24 વર્ષથી યોજાતી મહાઆરતીમાં શહેરના રાજકીય સામાજિક અને વ્યવસાયીક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આવતા વર્ષે આ ઉત્સવને 25 વર્ષ પૂરા થતા હોવાથી અત્યારથી જ તેનું આયોજન કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 વર્ષથી યોજાતી આ મહાઆરતીમાં શહેરના શહેરના અગ્રણી, વ્યવસાયિકો સહિત 35 હજારથી વધુ લોકો ઉપસ્થિત હતા. રાજયના કેબીનેટ મંત્રી , સાંસદ અને ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ હાજર રહ્યાં હતા.

ફોટો - http://v.duta.us/yhpGQwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tz9QfQAA

📲 Get gujaratnews on Whatsapp 💬