[gujarat] - ‘હું મારા મનથી આપઘાત કરું છું’, રોમનમાં સુસાઇટ નોટ લખી વિદ્યાર્થી 9મા માળેથી કૂદ્યો

  |   Gujaratnews

સુરત શહેરમાં એક આશાસ્પદ વિદ્યાર્થીએ બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત કરી લીધો છે. આ ઘટના અંગે હૃદયને હચમચાવી નાખતા સીસીટીવી પણ સામે આવ્યા છે. સુરતના વેડ ગુરુકુલ રોડ પર આવેલા ભગત નગરની સામે તુલસી રેસીડન્સી ખાતે રહેતો 21 વર્ષીય પાર્થ બાબુ ભાઈ માવાણી ભગવાન મહાવીર કોલેજ માં એમબીએમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

તેના પિતા હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાર્થ છેલ્લા ચારેક મહિનાથી ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી. બુધવારે મળસ્કે ચાર વાગ્યાના અરસામાં પાર્થ એપાર્ટમેન્ટના ટેરેસ પર ગયો હતો અને ત્યાંથી 9માં માળેથી પડતું મુકી આપઘાત કરી લીધો હતો.

સુસાઇડ નોટ લખીને પાર્થે આપઘાત કર્યો હતો, જેમાં રોમન અંગ્રેજીમાં લખેલી નોટમાં વિદ્યાર્થીએ લખ્યું છે કે, હું મારા મનથી આપઘાત કરું છું. મારા આપઘાત પાછળ બીજું કોઈ કારણ જવાબદાર નથી. મારે મારા દિમાગમાં આવતા નકારાત્મક વિચારોથી છૂટકારો મેળવવો છે....

ફોટો - http://v.duta.us/2ZZ0mwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SVgI4AAA

📲 Get gujaratnews on Whatsapp 💬