[gujarat] - 31 ઓક્ટોબરના લોકાર્પણ પૂર્વે રાજ્યભરમાં કાલથી શરૂ થશે એકતાયાત્રા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના 31 ઓક્ટોબરે લોકાર્પણ પૂર્વે રાજ્યભરમાં એકતાયાત્રા યોજવામાં આવશે. આ યાત્રાનો પ્રારંભ મુખ્યપ્રધાન વિજય રૂપાણી બારડોલીથી અને નાયબ સીએમ નીતિન પટેલ કરમસદથી કરાવશે. પ્રથમ તબક્કામાં પાંચ હજાર ગામોને આવરી લેવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરા, મુખ્ય દંડક પંકજ દેસાઈ, ખેડા ખાતે યાત્રાનો પ્રારંભ કરાવશે.
એકતા યાત્રાની વિગતો આપતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, 19 ઓક્ટોબર 2018 ગુરૂવારે રાજ્યના પાંચ ઝોનમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ એકતાયાત્રાનો પ્રારંભ કરાવશે.
આ અંગે ચુડાસમાએ જણાવ્યું કે, એક્તા યાત્રા બે તબક્કા દરમિયાન 10 હજાર ગામોમાં પરિભ્રમણ કરશે. જે માટે 50 થી વધુ રથ તૈયાર કરાયા છે. રથમાં સરદાર સાહેબની પ્રતિમા રહેશે. તેમજ LED સ્ક્રીન પરથી સરદાર સાહેબના જીવન-કવનને આવરી લેતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની ટેલિફિલ્મ દર્શાવાશે. રથનું ગામમાં આગમન થાય, ત્યારે ભવ્ય સ્વાગત કરાશે અને સ્વાગત વેળાએ એક્તાના શપથ ગ્રહણ નાગરીકોને કરાવાશે. આ સમયે ધાર્મિક ગુરુઓ, શિક્ષકો, પંચાયતના સભ્યો, સહકારી મંડળી-દૂધ મંડળીના સભ્યો ઉપસ્થિત રહેશે....
ફોટો - http://v.duta.us/_UJfOgAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xFNS4gAA