[himatnagar] - ધો.6થી 8માં વિદ્યાસહાયકની ભરતીના નિયમમાં ફેરફાર કરવાની માગણી

  |   Himatnagarnews

ભાસ્કર ન્યુઝ| હિંમતનગર / પ્રાંતિજ

ધો-6 થી 8 માં વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા મંગળવારથી હાથ ધરવામાં અાવી છે જેમાં ત્રણ વર્ષ કરતા અોછી નોકરીવાળા વિદ્યા સહાયકોઅે રાજીનામી અાપી અેનઅોસી મેળવી રૂ. 3 લાખ ચલનથી ભરી બોન્ડ રજૂ કરવાની શરત રાખવામાં અાવતા અનેક વિદ્યાસહાયકોમાં અન્યાયની લાગણી પેદા થઇ છે અને અા શરત રદ કરવા માંગ ઉભી થઇ છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમીતી દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઅોમાં ધો-6 થી 8 ગુજરાતી માધ્યમ માટે વિદ્યા સહાયકની ભરતી પક્રિયા હાથ ધરવામાં અાવી છે. જેમાં 5 નંબરની સૂચના અેવી છે કે ઉચ્ચ પ્રાથમિક ધો-6 થી 8માં ફરજ બજાવતા હોય તેવા વિદ્યાસહાયક-શિક્ષક અા ભરતીમાં ભાગ લેવા માંગતા હોય અને અરજી કરવા માંગતા હોય તો નિમણુંક સત્તાધીકારીનું અેનઅોસી મેળવ્યા બાદ અરજી કરવાની રહેશે અને જિલ્લા પસંદગી માટે ઉપસ્થિત રહેનાર ત્રણ વર્ષથી અોછી નોકરીવાળા ઉમેદવારે રાજીનામુ મંજૂર કર્યાનો હુકમ તથા બોન્ડની રકમ ભર્યાની ચલનની નકલ રજૂ કરશે તે જ જિલ્લા પસંદગી માટે પાત્ર ગણાશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_sC7hQAA

📲 Get Himatnagar News on Whatsapp 💬