[jamnagar] - ખેડૂતોની માગના પોસ્ટરો સાથે બાળાઓ ગરબે ઘૂમી
ખરેડી ગામે ખેડૂતોએ વિશાળ સંમેલન યોજી સરકાર સામે વિવિધ મુકેલી માંગણીઓ બાદ ખેડૂતોને મદદ કરવાના આશયથી ખરેડીની બાળાઓએ ગરબીમાં દાંડિયાની જગ્યાએ હાથમાં ખેડુતોની વિવિધ માંગના પોષ્ટરો લઇને સરકારને ઢંઢોળવા વિરોધ કર્યો હતો. ખેડુતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા બાળાઓએ સરકારની નીતિ રીતીઓનો વિરોધ કરી ખેડૂતોને ન્યાય આપવાની માંગણી કરી હતી. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ઓછા વરસાદના કારણે સર્જાયેલી દુષ્કાળની સ્થિતિ વચ્ચે ખેડુતોની હાલત કફોડી બની ગઇ છે. ખરીફ પાક નિષ્ફળ જતાં ખેડુતોને વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં વિશાળ ખેડુત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં તાલુકા ભરમાંથી ખેડુત ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે હવે બાળાઓએ ખરેડીમાં યોજાતી ગરબીમાં દાંડિયાની જગ્યાએ જુદા જુદા બેનરો હાથમાં ધારણ કરીને ‘દુષ્કાળ જાહેર કરો’ ‘દેવા માફ કરો’, ‘પીવાનું પાણી આપો,પાકના પોષણક્ષમ ભાવ આપો’, અને ‘ચાલુ ધિરાણ માફ કરો’ સહિતના સ્લોગનો સાથેના બેનરો લહેરાવી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6jfgrwAA