[jamnagar] - જામનગરમાં પરોઢિયે અર્ધબેહોશ યુવાન કણસતી હાલતમાં મળ્યો
જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક શ્રીજી હોલ પાસે ખુલ્લા મેદાનમાં મોડી રાત્રે ઘાતક હુમલાનો ભોગ બનેલો યુવાન અર્ધબેહોશ અવસ્થામાં કણસતી હાલતમાં મળી આવતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાયો હતો.
એમ્યુઝમેન્ટ પાર્ક નજીક શ્રીજી હોલ પાસે બંધ શેરીના ખુલ્લા પ્લોટમાંથી ગંભીર ઇજાગ્રસ્ત યુવાન અર્ધ બેહોશ અવસ્થામાં કણસતી હાલતમાં મળી આવતા વહેલી સવારે તેને સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો.જે દરમ્યાન હુમલાનો ભોગ બનનાર યુવાન દિલીપસિંહ માડમજી જાડેજા(રે.હિમાલય સોસાયટી-2, ખોડીયાર કોલોની) હોવાનુ તેના પરીજનોએ ઓળખી બતાવ્યુ હતુ.
યુવાનને કોઇ ઝઘડાના કારણે હુમલાખોરોએ બોથડ પદાર્થ કે તિક્ષ્ણ હથિયારથી માથામાં કપાળના ભાગે, ડોક, કાન ઉપરાંત ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોચ્યાનુ બહાર આવ્યુ છે. જેને ગંભીર હાલતમાં જી. જી. માં સઘન તબીબી સારવાર અપાઇ રહી છે. આ બનાવની જાણ થતા પીઆઇ આર. જે. પાંડોર, મદદનીશ નાનજીભાઇ વાઘેલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ભોગ બનનારના પિતા માડમજી ભુરૂભા જાડેજાની ફરીયાદ પરથી સીટી સી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. શ્રમીક પ્રૌઢે ફરીયાદમાં મયલા સામે શંકા દર્શાવતા પોલીસે તમામ પાસાઓને આવરી લેતી તપાસ હાથ ધરી છે.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hGh6YgAA