[kutchh] - પશ્ચિમ કચ્છમાં રવાપર, ઉગેડી, રતડિયામાં ગાજવીજ સાથે વરસાદ

  |   Kutchhnews

નખત્રાણા તાલુકાના રવાપર, ઉગેડી, રતડિયા વિસ્તારમાં બુધવારે બપોરે અેકાએક પલટાયેલા માહોલ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. અચાનક પડેલા પાણીના કારણે કપાસને નુક્સાન થતું રોકવા કિસાનો ધંધે લાગ્યા હતા. રવાપરમાં સાંજે 4 વાગ્યાના અરસામાં તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે ઝાપટાં શરૂ થયાં હતાં જે 30 મિનિટ જેટલા સમય માટે વરસતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં. ખેતરોમાં કપાસનો પાક તૈયાર હોતાં તેને બચાવવા માટે ખેડૂતો મથામણમાં મુકાયા હતા. ઉગેડી અને રતડિયામાં બપોરે 3.30ના અરસામાં ગાજવીજ સાથે ઝાપટાં પડતાં માર્ગો ભીંજાયા હતા. નેત્રામાં મેઘાડંબર વચ્ચે ઝપટું પણ ન પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી ન હતી. નવરાત્રિમાં એકાએક વરસેલા પાણીના કારણે ક્યાંક ગરબીના ચોકમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

ફોટો - http://v.duta.us/R0ml7AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7Zb5cAAA

📲 Get Kutchh News on Whatsapp 💬