[kutchh] - હવનાષ્ટમી નિમિતે વિવિધ મંદિરોમાં સંગીતમય મહાઆરતી સાથે બીડું હોમાયું

  |   Kutchhnews

+3બીજી સ્લાઈડ્સ જુઓ

ભુજના નવી રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિની આઠમના હવનનું આયોજન કરાયું હતું, જેમાં લોકોએ ભાગ લીધો હતો. વરસામેડી ખાતે ગજ્જર સમાજના દુધૈયા પરિવારનો અષ્ટમી નિમિતે હવન યોજાયો હતો, જેમાં મહાઆરતી અને રાસગરબા પરિવારજનો રમ્યા હતા. વાગડના કુળદેવી અને પ્રખ્યાત અૈતિહાસિક રવેચી માતાજીના મંદિરે હવનાષ્ટમી નિમિત્તે હજારો દર્શનાથીઓ ઉમટી પડ્યા હતા. અન્નક્ષેત્ર ખાતે મૂળ આધોઇ નિવાસી પાલાઈ બેન નેણસી મેપા બોરીચા (ઓસવાળ) પરિવાર તરફથી કનેયાલાલ અને ચીમનલાલ અને રમેશભાઈ તરફથી વ્યવસ્થા સંભાળી હતી. આઠમ નિમિતે મુંબઈ મિત્ર મંડળ દ્વ્રારા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું હતું. નખત્રાણા તાલુકાના રવાપર ગામે પણ અષ્ટમીના હવન નિમિતે આયોજન કરાયું હતું, જેમાં યજમાન પરિવારો દ્વારા બીડું હોમાયું હતું.

ફોટો - http://v.duta.us/-oPJIgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5TOWWwAA

📲 Get Kutchh News on Whatsapp 💬