[narmada] - CM વિજય રૂપાણીએ લીધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત, PMના કાર્યક્રમની તૈયારીઓનું કર્યું નિરીક્ષણ

  |   Narmadanews

રાજપીપળાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજે સીએેમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ અધિકારીઓ સાથે કામગીરીની તૈયારીનું પ્રેઝેન્ટેશન નિહાળ્યું હતું અને ટેન્ટ સિટીની મુલાકાત પણ લીધી હતી.

CM વિજય રૂપાણીએ લીધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ તૈયાર છે. જેનું લોકાર્પણ 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કેન્દ્રમાંથી અને રાજ્યની સચિવોની તમામ ટીમોએ આવી જરૂરી કામગીરીનું નિદર્શન કરી રિપોર્ટ મુખ્ય મંત્રીને આપ્યો હતો. હવે તૈયારીના આખરી ઓપની સમીક્ષા કરવા સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુની મુલાકાત લેવા કેવડિયા કોલોની પહોંચ્યા હતા. જ્યાં સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટેન્ટ સિટીની વિઝીટ કરી જરૂરી તમામ માહિતી મેળવી હતી....

ફોટો - http://v.duta.us/_iswVwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-Ra91wAA

📲 Get Narmada News on Whatsapp 💬