[navsari] - નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિનો ગંજીપો ચીપાયો
નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદે સિદ્ધાર્થ દેસાઈની નિમણૂક થયા બાદ અન્ય હોદ્દેદારોની વરણી કરાઈ છે.
થોડા સમય અગાઉ નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે મજીગામના સિદ્ધાર્થ દેસાઈની વરણી કરવામાં આવી હતી. હવે જિલ્લા કોંગ્રેસ સમિતિના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી છે. નવી વરણીમાં 11 ઉપપ્રમુખોની નિમણૂક કરાઈ છે, જેમાં જગમલ દેસાઈ, વિરેન્દ્ર દેસાઈ, સુરેશ પાંડે, કિશોર ટી. પટેલ, ભગુભાઈ તળાવિયા, અશોક પટેલ, વલ્લભ દેશમુખ, બસીર અહમદ, યુસુફ દિલેર, શાંતાબેન ચૌધરી, ઈશ્વર ડી. પટેલ, સુનિલ એન. પટેલ, કેરમાન પટેલનો સમાવેશ થાય છે. સમિતિમાં 9 મહામંત્રી સમાવાયા છે. જેમાં ધર્મેશ ભીમભાઈ પટેલ, નરેશ વલસાડીયા, ફાલ્ગુની અરૂણભાઈ પટેલ, કીર્તિકુમાર પટેલ, ઈલિયાસ પ્રાણીયા, ઈકબાલ ઉસ્માની, જયેશ ડી. પટેલ, નિલેશ સુધીર નાયક અને શૈલેષ રમણભાઈ પટેલનો સમાવેશ થાય છે. ખજાનચીપદે સિનિયર કોંગ્રેસી નેતા એડવોકેટ સી.પી. નાયકની વરણી કરાઈ છે. પ્રવક્તાપદે પ્રો. મહાદેવ દેસાઈ અને રાજન જોષીની નિમણૂક અપાઈ છે.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/n_GBmgAA