[patan] - પાટણના મીઠીવાવડીથી અપહરણ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ગત 18 મી મે નારોજ પાટણ તાલુકાના મીઠી વાવડી ગામે લોકાચાર અર્થે આવેલા મહેસાણા જિલ્લા આલોડાગામના રબારી ભુરાભાઇ જેઠાભાઈ નું અપરણ કરાયું હતું. જે બનાવ ની પાટણ તાલુકા પોલીસ મથક ફરિયાદ નોંધાવા પામી હતી. ત્યારે જે તે સમયે અપહરણ કરાયેલા રબારી ભુરા ભાઈ જેઠાભાઈ ના ચાણસ્મા તાલુકાના સરદારપુરા ગામે રહેતા વેવાઈ પક્ષના ત્રણ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે અપહરણમાં મદદગારી કરનાર પાટણ તાલુકાના વામૈયા ગામના દલપતસિંહ રાઘુજી ઠાકોર પોલીસ પકડથી બહાર હોઇ મંગળવારના રોજ પાટણ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે દલપતસિંહ ઠાકોર પાટણના બજારમાં નીકળનાર છે. જે બાતમીઆધારે દલપતસિંહ ઠાકોર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pd9ufAAA