[porbandar] - ખેડૂતોએ પાક વિમાના ફોર્મ ભરી અધિકારીને સુપ્રત કર્યા

  |   Porbandarnews

પોરબંદરમાં કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા સુદામા ચોક ખાતે પાક વિમાના ફોર્મ ભરવાનો કાર્યક્રમ અને સભા યોજાયા બાદ 1000 જેટલા ખેડૂતોએ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરી 100 ટકા પાક વિમો આપવાની ઉગ્ર રજૂઆત સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે ખેતીવાડી અધિકારીને ફોર્મ સુપરત કર્યા હતા. જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમ વખત વરસાદ થયા બાદ વરસાદ ન પડ્યો હોવાથી ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરેલ મગફળી અને કપાસના પાકને સિંચાઈનું પાણી ન મળતા હાલ પાક નિષ્ફળ ગયો છે. મોંઘાપાળુ ખાતર બિયારણ, જંતુનાશક દવાઓ પાછળ હજ્જારો રૂપીયાના ખર્ચા કરી, અથાગ મહેનત બાદ પણ પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. જેથી કોંગ્રેસ અને ખેડૂતોએ સુદામાચોક ખાતે ખેડૂતોના પાક વિમાના ફોર્મ ભરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ એવું જણાવ્યું હતું કે જે પક્ષ કેન્દ્રમાં સતા હાંસલ કરવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદનના ભાવ દોઢ ગણા કરી આપવાના વચનો આપતા હતા તે પક્ષ છેલ્લા 22 વર્ષથી રાજ્યમાં અને 4 વર્ષથી કેન્દ્રમાં સત્તા પર છે. આવક દોઢ ગણી થવી તો દૂરની વાત ખેતઉત્પાદનના ભાવ તળીયે પહોંચી ગયા છે....

ફોટો - http://v.duta.us/O8qxtAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/FoDTowAA

📲 Get Porbandar News on Whatsapp 💬