[porbandar] - ચાઈનીઝ ખાણીપીણીના ધંધાર્થીઓને દુકાનો બનાવી આપવા માંગ કરાઈ

  |   Porbandarnews

પોરબંદરમાં ખાણીપીણીના ધંધાર્થીઓએ નગરપાલિકાની યોજાયેલ જનરલ બોર્ડની મીટીંગમાં તમામ સુધરાઈ સભ્યોને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી ખાણીપીણીના ધંધાર્થીઓ માટે દુકાનો બનાવી આપવામાં આવે તેવો ઠરાવ પસાર કરવા માંગ કરી હતી.

પોરબંદરમાં ચાઈનીઝ ખાણીપીણીના ધંધાર્થીઓને ચોપાટી ખાતે રેકડીઓ દૂર કરવાની પાલિકાએ તજવીજ હાથ ધરી છે ત્યારે બેરોજગાર બનેલ લારીધારકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઈ છે. હાલ બેરોજગાર બનેલ ખાણીપીણીનાં ધંધાર્થીઓ નગરપાલિકાના તમામ સુધરાઈ સભ્યોને રૂબરૂ મળ્યા હતા અને આ ધંધાર્થીઓએ સુધરાઈ સભ્યોને લેખિતમાં રજૂઆત કરી હતી. નગરપાલિકાના તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ચોપાટી પાસેની ખાણીપીણીની બજાર બંધ કરી દીધી હોવાની આપવિતી વર્ણવી હતી અને નગરપાલિકાની યોજાયેલી જનરલ બોર્ડની મીટીંગમાં રૂબરૂ મળીને ખાણીપીણીના ધંધાર્થીઓ માટે ઠરાવ પસાર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

ફોટો - http://v.duta.us/qLOnWgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RKUGQAAA

📲 Get Porbandar News on Whatsapp 💬