[porbandar] - પાકે ભારતીય જળસીમામાં ઘૂસી 4 બોટ પર ફાયરિંગ કર્યું, એક બોટનું અપહરણ
પોરબંદર: માછીમારીની સિઝન શરૂ થયાનાં થોડા દિવસો સુધી જ માછીમારોને પુષ્કળ પ્રમાણમાં માછલીનો જથ્થો મળી રહેતો હતો. હાલ માછીમારોને પોતાના ખર્ચા પણ ન પરવડે તેટલો પણ માછલીનો જથ્થો ન મળતો હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વધુ માછલીના જથ્થા માટે દૂર દૂર સુધી માછીમારોને માછીમારી કરવા જવાની ફરજ પડી રહી છે. એક તરફ માછલીના જથ્થાના અભાવે માછીમારોની દયનીય સ્થિતિ બની ગઈ છે.
ત્યારે બીજી તરફ પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય જળસીમામાં ઘુસી અવારનવાર ભારતીય માછીમારોને બોટ સાથે બંધક બનાવવાના બનાવો બની રહ્યા છે. જેથી માછીમારો પણ હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે વધુ એક વખત પાકિસ્તાન મરીન સિકયુરિટીની નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસીને ભારતીય માછીમારોની બોટ પર અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. ભારતીય બોટમાં રહેલ ડિઝલના બેરલ પર ફાયરિંગનો પ્રયાસો કર્યા હતા. પાકિસ્તાન મરીનના ફાયરિંગમાં ભારતીય ત્રણ બોટો ટાર્ગેટથી માંડ માંડ બચી હતી. પરંતુ એક બોટને બંધુકની નાળી બંધક બનાવી હોવાના સમાચાર વેગવંતા બન્યા છે. પાકિસ્તાન મરીને અપહરણ કરેલી બોટ ઓખાની હતી.
ફોટો - http://v.duta.us/xSr5hgAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/291SggAA