[rajkot] - દાઉદભાઇએ રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં વધુ ચાર મેડલ મેળવ્યાં
રાજકોટ | યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા 76 વર્ષનાં યુવાન દાઉદભાઇ ફૂલાણીએ વધુ એક વખત રાષ્ટ્રીયકક્ષાએ તરણ સ્પર્ધામાં મેડલ મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. વિશાખાપટ્ટનમમાં 15મી નેશનલ માસ્ટર્સ એકવાટિક ચેમ્પિયનશીપ યોજાઇ હતી. આ સ્પર્ધામાં રાજકોટનાં દાઉદભાઇએ 75થી 79નાં એઇજ ગ્રૂપમાં જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં દાઉદભાઇએ વધુ એક વખત પોતાની સ્ફૂર્તિ સાથે 2 ગોલ્ડ, 1-1 સિલ્વર, બ્રોન્ઝ મેડલ મેળવી શારીરિક કૌશલ્ય બતાવ્યું છે. દાઉદભાઇએ 100મી.ફ્રી સ્ટાઇલ 2:10:28માં પૂરું કરી બ્રોન્ઝ, 100મી.બેક સ્ટ્રોક 02:42:34માં પૂરું કરી સિલ્વર, 100મી.બ્રેસ્ટ સ્ટ્રોક 02:17:93માં પૂરું કરી ગોલ્ડ, 50મી.બ્રેસ્ટ સ્ટોક 59:08માં પુરૂ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત દાઉદભાઇએ 4 બાય 50 મીડલે રીલેમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. 4-4 વખત ઓલ ઇન્ડીયા માસ્ટર સ્વીમીંગમાં રેકોર્ડ બ્રેક કરનાર દાઉદભાઇએ અત્યાર સુધીમાં 109 મેડલ મેળવ્યાં છે.
ફોટો - http://v.duta.us/nWUIqgAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Iu7uLwAA