[surat] - મુંબઈની હોટલમાં જમ્યા બાદ પેમેન્ટમાં કાર્ડ વાપર્યું ને કલાકોમાં કોલકાતાથી 60 હજાર ઉપડી ગયા

  |   Suratnews

સુરતઃ-કતારગામના ખોડલધામ એપાર્ટમેન્ટમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા જીતેન્દ્ર વજુભાઈ ખોલકીયા એકાદ મહિના પહેલા મુંબઈ ગયા હતા. જ્યાં તેમણે હોટેલમાં જમવા માટે એટીએમ કાર્ડ મશીનમાં સ્વાઈપ કરીને પૈસા ચુકવ્યા હતા. સુરત આવ્યા બાદ એટીએમ કાર્ડથી તેમના ખાતામાંથી કોલક્તા હાવડા રેલવે સ્ટેશન પાસેના એટીએમમાંથી 60,500ની રોકડ ઉપડી ગઈ હતી.

ગેંગ હોવાની પોલીસને શંકા

અન્ય કિસ્સામાં એક કાપડના વેપારી બુધ્ધગીરી મુફ્ફાસીલના એટીએમથી પણ એક જ દિવસમાં અમરોલી અને ઝાંરખડથી 50 હજારની રકમ ઉપડી ગઈ હતી. બન્ને વેપારીઓ સુરતમાં હતા અને એટીએમ કાર્ડ પોતાની પાસે હોવા છતાં તેમના ખાતામાંથી ડુપ્લીકેટ એટીએમથી પૈસા ઉપડી ગયા હતા. બન્ને ખાતા પણ એસબીઆઈ બેંકમાં છે. પોલીસે એવી શંકા છે બન્ને જણાને જે રીતે રૂપિયા ઉપડયા તે જોતા એક ગેંગ હોવાની શંકા છે. આ ગેંગ ફલાઈટમાં મુસાફરી કરીને ડુપ્લીકેટ એટીએમ કાર્ડ પૈસા તફડાવીને ફરી તેના એરિયામાં આવી જતી હોય એવી પણ પોલીસને શંકા છે. હાલમાં પોલીસે આ ગેંગને પકડવા માટે એટીએમના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે.

ફોટો - http://v.duta.us/7w3WHwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kmIlKgAA

📲 Get Surat News on Whatsapp 💬