[surat] - સુરતીઓ 4થી 5 કરોડના જલેબી-ફાફડા ઝાપટી જશે

  |   Suratnews

સુરત: શુકનવંતી ખરીદીની સાથે દશેરાએ ફાફડા-જલેબી ખાવાની પણ એક પ્રથા છે. સુરતીઓ આજે કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે.વાહનોની ખરીદીની સાથે સોના-ચાંદીમાં પણ રોકાણ કરાય છે. 300 થી 350 કિલોના દરે વેચનારા ફાફડા તેમજ 200 થી 400 રૂ. વેચનારી જલેબીના એડવાન્સ ઓર્ડર છેલ્લાં બે દિવસથી બુક થઇ ગયા છે. ફરસાણ વિક્રેતાઓના અંદાજ પ્રમાણે 4 થી 5 કરોડનો ફરસાણ વેચાશે.

ઓટોમોબાઇલ્સ 30% નીચું

શહેરના એક ઓટો એડવાઇઝરના જણાવ્યા મુજબ, આમ તો દરવર્ષે નવરાત્રિ થી દશેરા સુધી ઓટોમોબાઇલ્સમાં તેજી જોવા મળે છે. પરંતુ આ વખતે 25 થી 30 ટકા માર્કેટ ડાઉન છે.

દશેરાથી નવી નોટોની ડિમાન્ડ

દિવાળીમાં ભેટ આપવા માટે દશેરા પહેલાં જ નવી નોટો માટે બેંકમાં ઇન્કવાયરીઓ શરૂ થઇ છે. બેંક અધિકારીઓના જ્ણાવ્યાનુસાર, હજુ સુધી આરબીઆઇથી ડિસ્પેચ મળ્યું નથી. છતાં મર્યાદિત પ્રમાણમાં નવી નોટો પૂરી પાડવામાં આવી રહી છે....

ફોટો - http://v.duta.us/i-kEAAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UhrSggAA

📲 Get Surat News on Whatsapp 💬