[surat] - સુરતમાં ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજીથી 45 ફૂટ ઊંચા રાવણનું દહન થતાં જ મોંઢામાંથી નીકળી આગની જ્વાળા

  |   Suratnews

સુરતઃ વિજયાદશમીના દિવસે શહેરમાં અનેક જગ્યાએ રાવણ દહનનો કાર્યક્રમ થાય છે, જેમાં ખાસ કરીને ઈલેક્ટ્રોનિક સિસ્ટમથી રાવણ દહન ડુમસમાં આશાપુરી માતાજીના મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલા પણ અહીં 40 ફુટના રાવણનો બનાવવામાં આવ્યો હતો. જો કે આ વખતે 45 ફુટની ઉંચાઈ સહિત ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજીમાં અપગ્રેડ કરવામાં આવ્યો હોવાથી દહન થતાની સાથે જ મોઢામાંથી આગની જવાળાઓ નીકળી હતી.

રાવણ બનાવવા પાછળ એક લાખનો ખર્ચ

ગયા વખતે રાવણના હાથમાં રહેલા શેષનાગમાંથી આગની જવાળાઓ નીકળતી હતી. જો કે આ વખતે રાવણના મોઢામાંથી આગની જવાળો નીકળી હતી. સાથે રાવણના કમરના ભાગે ઈલેક્ટ્રોનિક સિસ્ટમથી ચક્કર ફરવા લાગ્યા હતાં. ઉપરાંત માથામાંથી ઈલેક્ટ્રોનિક સિસ્ટમથી આતશબાજી ફોડવામાં આવ્યાં હતાં. લગભગ એકાદ કલાક સુધી આંતશબાજી, મોઢામાંથી આગની જવાળાઓ સાઉન્ડ સિસ્ટમ સાથે જોવા મળી હતી. રાવણ બનાવવા માટે એક લાખ જેટલો ખર્ચ અંદાજીત થયો હતો. જે ખર્ચની રકમ મહોલ્લાવાસીઓ અને દાતાઓ તરફથી મળી હતી....

ફોટો - http://v.duta.us/9tptSAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/efjdFgAA

📲 Get Surat News on Whatsapp 💬