[surat] - સુરતમાં જહાંગીરપુરામાં 10 માળની રેસીડેન્સીમાં સાતમા માળે લાગી આગ, ફાયર વિભાગ ઘટના સ્થળે
પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો
સુરતઃ જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી એક 10 માળની રેસીડેન્સીમાં સાતમા માળે ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો
જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી માધવ પ્લેટીનિયમ નામની રેસીડેન્સીમાં સાતમા માળે એક ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. આગના પગલે રેસીડેન્સીમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ક્રેન દ્વારા ફ્લેટ સુધી ફાયરના જવાનો પહોંચ્યા હતા. અને ફ્લેટની અંદર લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયાસ કર્યા હતા. હાલ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે....
ફોટો - http://v.duta.us/u9twMQAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-dWcqQAA