[surat] - સુરતમાં સુસાઈડ નોટ લખી MBAના વિદ્યાર્થીએ 9માં માળેથી કૂદી કર્યો આપઘાત, CCTV
+2બીજી સ્લાઈડ્સ જુઓ
આપઘાત કરના એમબીએના સ્ટુડન્ટના સીસીટીવી આવ્યા બહાર
સુરત: વેડરોડ પર રહેતા એમબીએના વિદ્યાર્થીએ ડિપ્રેશનમાં આવી 9માં માળેથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. પોલીસને તેની રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી. જેમાં તેણે‘મને મારા માઈન્ડના નેગેટીવ વિચારોથી છુટકારો મેળવવો છે’ એવુ લખ્યું હતું. જ્યારે સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં વિદ્યાર્થી વીચે પટકાતો કેદ થઈ ગયો છે.
9માં માળેથી પડતું મુકી આપઘાત કરી લીધો
વેડ ગુરુકુલ રોડ ભગત નગરની સામે તુલસી રેસીડન્સી ખાતે રહેતો પાર્થ બાબુભાઈ માવાણી(ઉ.વ.21) ભગવાન મહાવીર કોલેજમાં એમબીએમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાર્થ છેલ્લા ચારેક મહિનાથી ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી. બુધવારે મળસ્કે ચાર વાગ્યાના અરસામાં પાર્થ એપાર્ટમેન્ટના ટેરેસ પર ગયો હતો અને ત્યાંથી 9માં માળેથી પડતું મુકી આપઘાત કરી લીધો હતો. વોચમેનને બનાવની જાણ થતા તેણે પરિવારને જાણ કરી હતી. બનાવની જાણ થતા ચોક બજાર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી....
ફોટો - http://v.duta.us/M0bkegAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SQlK1wAA