[vadodara] - 4 વર્ષથી ફરાર પતિ ગરબામાં તબલા વગાડતાં પકડાઈ ગયો
વડોદરા: પત્નીને ભરણપોષણના રૂા. 5.65 લાખ નહિ ચૂકવનાર પતિને ફેમિલી કોર્ટે 54 મહિનાની સજા ફટકારી હતી. છેલ્લા 4 વર્ષથી ફરાર પતિ ડાકોરના નવજીવન પાર્ટી પ્લોટ ખાતે આયોજિત ગરબામાં તબલા વગાડતો હોવાની માહિતી મળતાં બાપોદ પોલીસે બુધવારે મોડી રાત્રે ડાકોરના ગરબા સ્ટેજ પરથી પકડી પાડ્યો હતો.
આજવા રોડ નારણકુંજમાં રહેતા વિજય રાવજીભાઇ વાઘેલાના લગ્ન વસુંધરા સાથે થયા હતાં. લગ્નજીવનમાં બંને વચ્ચે વિખવાદ થતાં પત્નીએ પતિ વિજય સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. કોર્ટે પત્નીને ભરણપોષણ ચૂકવવાનો હુકમ કર્યા બાદ પતિ દર મહિને ચૂકવણી કરતો ન હતો. કોર્ટે પતિને 1.20 લાખના ભરણપોષણના કેસમાં 10 મહિના અને 4.45 લાખના કેસમાં 44 મહિનાની સજાનો હુકમ કર્યો હતો. જોકે, પતિ તેમજ તેનો પરિવાર આજવા રોડ સ્થિત મકાને રહેતા ન હોઇ વોરંટની પણ બજવણી થતી ન હતી. ડીસીપી ઝોન-4 સરોજકુમારીએ તેના મોબાઇલ કોલ ડીટેઇલની તપાસ હાથ ધરાવી અેડી ચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ તેનો કોઇ પત્તો મળતો ન હતો....
ફોટો - http://v.duta.us/FON4rQAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dxYZnAAA