[ahmedabad] - લોકોના નાણા ડૂબાડનારાને પ્રોત્સાહનની સરકારની નીતિ વ્યાજબી નથી : વેંકટચલમ

  |   Ahmedabadnews

કેન્દ્ર નાણામંત્રાલય દ્વારા બેંકોનું મર્જર કરવામાં આવ્યું છે. નબળી કામગીરી ધરાવતી, નોન પરફોર્મીગ એસેટ (એનપીએ) ધરાવતી બેંકોને અન્ય બેંકોમાં મર્જર કરીને એનપીએ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બેંકોનું મર્જર એ બેંકોના એનપીએનો ઉકેલ નથી. આ પ્રકારે બેંકોના મર્જર કરવાના પગલા વાસ્તવમાં બેંકિંગ ઉદ્યોગના હિતમાં નથી. બેંકોના મર્જર કરવાની નીતિના વિરોધમાં તારીખ 8 અને 9 જાન્યુઆરી 2019ના રોજ દેશવ્યાપી બેંક હડતાળ પાડવામાં આવશે. આ પહેલા બેંક કર્મચારી એસોસિએશન દ્વારા ડિસેમ્બરમાં પણ હડતાળ પાડવામાં આવશે જોકે તે માટેની તારીખ આગામી દિવસમાં જાહેર કરાશે.

ઓલ ઇન્ડયા બેંક એમ્પલોયઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમ તથા ગુજરાત એકમના બેંક એસોસિએશનના વડા જનક રાવલે જણાવ્યું હતું કે, ડિફોલ્ટરોને પ્રોત્સાહન આપવાની અને સામાન્ય લોકોના નાણા ડુબાડવાની સરકારની નીતિ લોકો માટે વ્યાજબી નથી. બેંકોની વધતી જતી એનપીએને કારણે બેંકિગ ઉદ્યોગ સાથે સાથે લોકોના આર્થિક હિત પણ જોખમાઇ રહ્યાં છે. બેંકોની એનપીએ રૂ. 1.55 લાખ કરોડ હતી જે વધીને તા 31 મે 2018ના અંતે વધીને 2.27 લાખ કરોડ થઇ છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PFNpgQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬