[ahmedabad] - લાંભામાં ખાડામાં પડી જતા 3 વર્ષના બાળકનું મોત

  |   Ahmedabadnews

લાંભા ઇન્દિરાનગરમાં રહેતા 28 વર્ષીય દિનેશ રાજપૂતના ઘર પાસે શૌચાલયના પાણીના નિકાલ માટે શોષ ખાડો બનાવેલો હતો. બુધવારે સાંજે આ ખાડામાં દિનેશભાઇનો ત્રણ વર્ષનો દીકરો તરુણ રમતા રમતા પડી ગયો હતો. જોકે પરિવારજનો કામમાં વ્યસ્ત હોવાથી તેમને આ ઘટના અંગે જાણ થઈ ન હતી. મોડે સુધી બાળક ન દેખાતા ઘરના સભ્યોએ તેની શોઘખોળ હાથ ધરતા બાળક શોષ ખાડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

અસલાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળની તપાસ બાદ અસલાલી પોલીસે હાલ પૂરતી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/FBHZMQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬