[anand] - ચરોતરની શૈક્ષણિક સંસ્થા ભૂતાનના વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરશે

  |   Anandnews

ભૂતાન સરકારના શિક્ષણ વિભાગના પ્રતિનિધિમંડળે તાજેતરમાં ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેમાં ભૂતાન સરકારના પ્રતિનિધિમંડળે ચારૂસેટ યુનિવર્સીટી અને ભૂતાન સરકાર વચ્ચે સંકલન અને સહકાર સાધી શૈક્ષણિક અને સંશોધન પ્રવૃતિઓ માટે અરસપરસ સહકાર આપવા જણાવાયું હતું.

ભૂતાન સરકાર વતી પ્રતિનિધિત્વ કરનાર રોયલ ગવર્નમેંટ ઓફ ભૂતાનના શિક્ષણ મંત્રાલયના ચીફ પ્રોક્યુરમેંટ ઓફિસર ચીમી ત્શેવાંગએનના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિમંડળે ચારૂસેટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત હેઠળ પ્રતિનિધિઓએ ચારુસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી, સલાહકાર ડો. બી જી. પટેલ, ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. હરીશ દેસાઇ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સેલના કન્વીનર ડો. વિજય પંચાલ અને યુનીવર્સીટી હેઠળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ડીન અને પ્રિન્સીપાલ સાથે વાર્તાલાપ કરી સંશોધન અને શિક્ષણને લગતા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VnRhewAA

📲 Get Anand News on Whatsapp 💬