[bhavnagar] - ગોધરાકાંડ સમયે પણ મહુવામાં કોઈ કોમી તોફાનો થયા ન હતા

  |   Bhavnagarnews

+2બીજી સ્લાઈડ્સ જુઓ

મહુવામાં ગોધરાકાંડ સમયે પણ કોમી એખલાસતા જળવાઇ રહી હતી પણ અત્યારે પોલીસના કંટ્રોલમાં પણ પરિસ્થિતિ રહી ન હોય તેમ અનેક શ્રમજીવીઓની લારીઓને તોડફોડ થઇ છે ત્યારે કડક હાથે કામ લઇ પરિસ્થિતિ થાળે પાડવી જોઇએ તેમ મહુવા સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ સલીમભાઇએ જણાવ્યું હતુે.

તેમણે જણાવ્યું હતું કે, મુસ્લીમ સમાજે કોઇ પ્રતિક્રિયા નથી આપી અને આપશે પણ નહીં કારણ કે, મહુવાની કોમી એખલાસતા અકબંધ રહેવી જોઇએ. તોફાનમાં પણ કોઇ વેપારી કે ભદ્ર સમાજના લોકો નથી. મહુવાને શાંતિ અને ભાઇચારો જોવે છે. ત્યારે અને પૂ.મોરારિબાનુની કથા શરૂ થઇ રહી છે ત્યારે તંત્રએ સમયસર પગલા લેવા જોઇએ.

દરમિયાનમાં ધારાસભ્ય આર.સી. મકવાણા અને જિલ્લા પોલીસ વડા માલ દ્વારા શાંતિ રાખવા અને ખોટી અફવા નહીં ફેલાવવા અપીલ કરાઈ છે.

ફોટો - http://v.duta.us/gPIKFgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/VI9vGQAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬