[dahod] - દાહોદવાસીઓ દ્વારા શરદ પૂર્ણિમાની રગેચંગે ઉજવણી કરાઇ

  |   Dahodnews

+7બીજી સ્લાઈડ્સ જુઓ

દાહોદ. દાહોદવાસીઓએ બુધવારે રાતના સમયે મોટી સંખ્યામાં ખુલ્લા મેદાનમાં કે છત ઉપર જઈને શરદ પૂર્ણિમાનો નિજાનંદ માણ્યો હતો. શહેરમધ્યે અર્બન ક્રીડાંગણ ખાતે સંસ્થા દ્વારા નગરજનો ચાંદનીનો માહોલ માણી શકે તેવા શુભાશયથી મેદાન ખુલ્લું રાખવામાં આવતા અનેક લોકોએ અહીં બેસીને લોકમાનસમાં અનેરું સ્થાન ધરાવતો આ આકાશી નજારો માણ્યો હતો. તો દેસાઈવાડ, ગરબાડા હાઈવે પાસેના ગોકુલધામ વિસ્તાર વગેરે સ્થળોએ દૂધપૌંઆ અને ગરબા સાથે શરદપૂનમ ઉજવી હતી. જોગાનુજોગ આ રાતે દાહોદ ખાતે ફૂલગુલાબી ઠંડીની લહેરખી સાથે સ્વચ્છ આભ હોઈ કોલેજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દાહોદવાસીઓ પોતપોતાના ગ્રુપ સાથે મોડી રાત લગી ઉમટ્યા હતા. દૂધપૌંઆ, ભજીયા સહિતની ખાણીપીણી સંગ ગ્રુપમાં ચાંદ- ચાંદનીના ગીતો ગણગણવાની સાથે લોકોએ પરંપરાગત રીતે શરદપૂર્ણિમા ઉજવી ધન્યતા અનુભવી હતી....

ફોટો - http://v.duta.us/uDXJgAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NtPjnQAA

📲 Get Dahod News on Whatsapp 💬