[dahod] - દાહોદ જિ.માં રાત્રે તલાટીઓની હડતાળ સમેટાતાં તમામ ફરજ પર હાજર થયાં

  |   Dahodnews

દાહોદ જિલ્લામાં વિવિધ પાંચ પડતર માંગણીઓ સંદર્ભે જિલ્લા તલાટી મંડળના પ્રમુખ સાલમસિંહ બારિયાના માર્ગદર્શનમાં ફતેપુરા તાલુકા તલાટી મંડળના પ્રમુખ અને જિલ્લા મહામંત્રી અતુલભાઇ ડોડીયાર, ઝાલોદમાં બી.કે પ્રજાપતિ, ગરબાડામાં પી.એમ ખપેડ, દાહોદમાં શીલ્પન ભાટીયા, લીમખેડામાં પ્રમુખ તેરસિંગભાઇ બારિયા, બારિયામાં આર.વી પટેલ, સીંગવડમાં મનહર બારિયા, ધાનપુરમાં સંજય પટેલ અને સંજેલીમાં વી.આર પટેલની આગેવાનીમાં જિલ્લાના 220 તલાટીઓ 22મીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતાં. સરકારે માગણીઓ તો સ્વિકારી ન હતી પરંતુ ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળને પત્ર લખીને હાલની સાંપ્રત પરીસ્થિતિ મુજબ 31મી તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉપક્રમે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હોવાથી નાયબ મુખ્ય મંત્રીએ 3 નવેમ્બરે તમામ વિભાગના સચિવો સાથે મંડળના હોદ્દોદારોની મીટીંગ કરી નિરાકરણ લાવવા આવશે તેવી ખાત્રી આપી હતી. આ ખાત્રીને કારણે તમામ તલાટીઓ દ્વારા હડતાળને સમેટી લઇને ગુરુવારના રોજ ફરજ ઉપર ચઢી ગયા હતાં....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/USB4RwAA

📲 Get Dahod News on Whatsapp 💬