[dahod] - સર્વ શાસ્ત્રો ગ્રહણ કરીને જે પ્રાપ્ત થાય છે તે શિક્ષાપત્ર છે : વૈષ્ણવાચાર્ય

  |   Dahodnews

દાહોદ ખાતે યોજાયેલ શિક્ષાપત્ર રસપાન મહોત્સવના ચોથા દિવસે હકડેઠઠ ભરાયેલ શ્રી પી.એમ.કડકીયા સંસ્કાર કેન્દ્ર પરિસરમાં ગુરુવારે વક્તા વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદવાળા)એ વૈષ્ણવોને જણાવ્યું હતું કે જીવનમાં આશ્વાસન નહીં બલ્કે આશીર્વાદ કામ કરે છે માટે સંજોગો નબળા હોય તો પણ સમજણ ઊંચી રાખો. વૈષ્ણવાચાર્યએ માનવમેદનીને જકડી રાખતા પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગૂઢ હૃદયમાં રહેલો સાચો ભાવ તે જ સાચો શૃંગાર છે.

પોતાનું જ્ઞાન અન્યને આપી શકાય પરંતુ વિવેક તો સ્વયં પ્રગટવો જોઈએ. મનુષ્ય પામર છે તે પોતે પોતાની વિવેકબુદ્ધિ દાખવી ભક્ત ભગવાનના ચરણોમાં આવીને પોતાનો ધાર્યો વિજય મેળવી શકે. ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય છે. દાહોદમાં પ્રથમ વખત શિક્ષાપત્ર રસપાન કાજે પધારેલ વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજીની કથામાં વૈષ્ણવો મન મૂકીને નિજાનંદ પામી રહ્યાં છે....

ફોટો - http://v.duta.us/fHRTjQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GtwgHwAA

📲 Get Dahod News on Whatsapp 💬