[gujarat] - દેશમાં ૧૨ વર્ષમાં રેલ દુર્ઘટનામાં ૫.૫૩ લાખનાં મોત

  |   Gujaratnews

। વડોદરા ।

અમૃતસરમાં રાવણદહનના કાર્યક્રમમાં ૫૯ જિંદગીઓ કાળમુખી ટ્રેનના પૈડા તળે કચડાઈ ગઈ અને ક્ષણવારમાં હસતા ખેલતા પરિવારનો માળો વિખેરાઈ ગયો. આ કમનસીબ ઘટનાને લઈ દેશભરના લોકો હતપ્રત છે, ત્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૫ના સમય દરમિયાન રેલવે દુર્ઘટનામાં ૫,૫૩,૭૦૮ નાગરિકોના મોત થયા છે. જ્યારે માત્ર રેલવેના પાટા પર તેમજ ટ્રેક ઓળંગતી વખતે ૨૬ હજારથી વધુ લોકો મોતના મુખમાં ધકેલાયા છે. ભેટયા છે. આ આંકડા પ્રમાણે દેશમાં રોજ સરેરાશ ૬ વ્યક્તિઓના મોત થાય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે નિવારી શકાય તેવા મોત તથા અકુદરતી અકસ્માતોનો આંકડો ભારતમાં ઘણો ઉંચો છે. રેલવે ઘટનાઓની વાત કરીએ તો રેલવે ક્રોસીંગની સાથે મોત થવાના અન્ય મહત્વના કારણોમાં આગ, પડી જવાની ઘટનાઓ અને વીજ કરંટ પણ જવાબદાર છે. વર્ષ ૨૦૦૪થી ૨૦૧૫ દરમિયાન ટ્રેનમાંથી પડી જવાથી ૧,૩૯,૮૭૫ના મોત થયા હતા. તેવી જ રીતે વીજ કરંટથી ૧,૦૨,૦૭૬, બાંધકામ પડવાથી ૩૦,૬૫૨, રેલવે રોડ તેમજ ક્રોસીંગ કરવાથી ૨૬,૧૮૯ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે છેલ્લા બે વર્ષમાં જ ટ્રેન સાથે અથડાવાથી ૪૯,૭૯૦ લોકોના મૃત્યુ થયા છે. રેલવેની સાથે રોડ અકસ્માત અને પાણીમાં ડૂબી જવાની ઘટનાઓને ધ્યાનમાં લઈએ તો રોડ એક્સિડન્ટમાં ૧૪.૯૨ લાખ અને પાણીમાં ડુબી જવાથી ૩.૨૫ લાખ લોકોના મોત નિપજ્યા છે. અન્ય અકસ્માતોમાં ૧૨.૬૦ લાખ નાગરિકોએ મોત થયા હતા. આમ, જોવા જઈએ તો છેલ્લા ૧૨ વર્ષમાં તમામ અકસ્માતોમાં ૩૯.૨૧ લાખથી વધુ લોકોના મોતને ભેટયા છે. ઘણાં અકસ્માતો નિવારી શકાય તેવા હોવા છતાં રેલવેની નિષ્કાળજીના કારણે પણ લોકોના જીવ ગયા છે. દોષયુક્ત ટ્રાફિક એન્જિનિયર, નબળુ અમલીકરણ, લોક જાગૃતિ અને નિયમબધ્ધતા અકસ્માતો થવા પાછળના મહત્વના કારણો છે....

ફોટો - http://v.duta.us/xcPxrQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1A18YAAA

📲 Get gujaratnews on Whatsapp 💬