[himatnagar] - બાલાજી નમકીન લખેલા કન્ટેનરના ચોરખાનામાં ભરી લવાતો દારૂ જપ્ત

  |   Himatnagarnews

સા.કાં. અેલસીબીઅે બુધવારે મોડી સાંજે ઇડરના રાણી તળાવ પાસેથી મળેલી બાતમીને અાધારે બાલાજી નમકીન લખેલ કન્ટેનરમાં ચોરખાનામાંથી દારૂ બિયરનો રૂ. 243600નો જથ્થો ઝડપી પાડી અેક શખ્સનીી અટકાયત કરી ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અન્ય શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

સા.કાં. અેસપી ચૈતન્ય મંડલીક દ્વારા સૂચના અાપવામાં અાવતા અેલસીબી પીઅાઇ વી અાર ચાવડાઅે પીઅેસઅાઇ જે.પી. રાવ અને અન્ય ચાર પોલીસકર્મીઅોની ટીમ બનાવી કોટડાગઢી બોર્ડર તરફથી બંધ બોડીનું બાલાજી નમકીન લખેલા કન્ટેનરમાં દારૂ- બીયર ભરીને ઇડરવાળા રસ્તે અાવી રહ્યુ હોવાથી બાતમી અનુસંધાને બુધવારે સાંજે ઇડર તરફ રવાના કરી હતી. અા ટીમે ઇડરના રાણી તળાવ નજીક વોચ ગોઠવી વાહન ચેકીંગ શરૂ કરવા દરમિયાન મોડી સાંજે બાતમીવાળુ લોડીંગ વાહન અાવી પહોંચતા તેને ઉભુ રખાવી પાછળનો દરવાજો ખોલતા બોડીના ભાગે ખાલી હોઇ કેબીન અને બોડી વચ્ચે ચોરખાનુ બનાવેલ હોવાનુ ધ્યાન ઉપર અાવતા તે ખોલીને જોતા તેમાંથી બીયરના ટીનની 49 પેટીઅો અને દારૂની બોટલો મળી કુલ નંગ 756 કિ.રૂ. 243600 નો જથ્થો મળી અાવતા હિમાલય ઇશ્વરલાલજી મેઘવાલ (રહે. પાલવાસ તા. માવલી જિ. ઉદેપુર) ની અટકાયત કરી ઇડર પોલીસ સ્ટેશનમાં ગણેશ રામજીલાલજી ડાંગી (રહે. અોડવા ડીડા તા. માવલી ) સહિત બે જણા વિરુદ્ધ ગુનો નોંધી ગણેશ ડાંગીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

ફોટો - http://v.duta.us/shoungAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KFAzPgAA

📲 Get Himatnagar News on Whatsapp 💬