[jamnagar] - કોર્ટ કેસના ધક્કાથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી, મોત

  |   Jamnagarnews

પોરબંદરમાં બિરલાકોલોનીમાં રહેતી એક મહિલાએ કોર્ટ કેસનાં ધક્કાનાં કારણે કંટાળી ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરમાં બીરલા કોલોની ડી-77 માં રહેતા રીનાબા કિરીટસિંહ જેઠવા (ઉ. વર્ષ 30) વિરૂદ્ધ જામનગર કોર્ટમાં છેલ્લા બે-અઢી વર્ષથી કેસ ચાલતો હોય, જેથી કોર્ટ કેસનાં ધક્કાઓનાં કારણે કંટાળી જઈને ઝેરી દવા ગટગટાવી લેતા પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સરવાર દરમિયાન મોત નીપજતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે વધુ તપાસ કમલાબાગના પી.એસ.આઈ. બી.એસ. ઝાલા ચલાવી રહ્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pNavwQAA

📲 Get Jamnagar News on Whatsapp 💬