[jamnagar] - સુવરડા સીમમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચાર ઝડપાયા

  |   Jamnagarnews

જામનગરના સુવરડાની સીમમાં એલસીબી પોલીસે દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચાર શખ્સને ઝડપી રૂ. 2.12 લાખની મતા કબજે કરી હતી.જયારે દરોડામાં બે શખ્સ નાશી છુટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઇ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સ્ટાફના હરદિપભાઇ ધાધલ અને પ્રતાપભાઇ ખાચરને સુવરડા સીમમાં વાડીના શેઢે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે હેમતભાઇ હીરાભાઇની વાડીના શેઢા પાસે દરોડો પાડી છ શખ્સને જુગાર રમતા ઝડપી હતા.

અજીતસિંહ જયુભા જાડેજા (રે.મોટીખાવડી), હસાબેન જીતેન્દ્રભાઇ બારોટ (રે.જામનગર,શાંતાબેન પરસોતમભાઇ (રે. જામનગર) અને કિંજલબેન ઉર્ફે કાજલબેન નયનભાઇ (રે.જામનગર)ને ઝડપી રૂ.27,100ની રોકડ ઉપરાંત્ એક બાઇક અને કાર સહિત રૂ.2.12 લાખની મતા કબજે કરી હતી. જયારે આ દરોડામાં વાડીધારક હેમતભાઇ હિરાભાઇ અને ધરણાંતભાઇ નાશી છુટયાનુ ખુલતા પોલીસે શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gUmxEAEA

📲 Get Jamnagar News on Whatsapp 💬