[kutchh] - ભચાઉ તાલુકામાં ઢોરવાડા અને અછતના કામ તાકીદે શરૂ કરો

  |   Kutchhnews

કચ્છના તમામ 10 તાલુકામાં રાજ્ય સરકારે અછત જાહેર કરી છે જેના અનુસંધાને ભચાઉ તાલુકામાં પૂરતો ઘાસનો જથ્થો ફાળવવા, ઢોરવાડા અને રાહત કામો તાત્કાલિક શરૂ કરવાની માગ મુખ્યમંત્રી સમક્ષ કરાઇ છે.

તાલુકામાં 14 ઘાસ ડેપો શરૂ કરાયા છે અને નવા 6 ડેપોની મંજૂરી માટે દરખાસ્ત મુકાઇ છે. તાલુકામાં પશુઅોની સંખ્યા અને જરૂરિયાતને જોતાં દૈનિક 50 ટ્રક એટલે કે, 2.50 લાખ કિલો જેટલા ઘાસની આવશ્યકતા છે તેની સામે હાલે 10 હજાર કિલો ઘાસ પૂરું પાડવામાં આવે છે. પૂરતા ઘાસચારાની વિતરણ વ્યવસ્થા રેલવે ટ્રેક મારફતે કરવામાં આવે તો પ્રશ્ન હલ થઇ શકશે.

તાલુકા પંચાયતના વિપક્ષી નેતા ભરત ઠક્કરે કરેલી રજૂઅાતમાં વધુમાં જણાવાયું હતું કે, પૂરતું ઘાસ ન મળવાથી અબોલ જીવો ભૂખના કારણે મોતને ભેટી રહ્યા છે. સરકાર દ્વારા ઘાસ ડેપો શરૂ કરવાના આદેશ અપાયા છે પણ આજ સુધી તેની માર્ગદર્શિકા બહાર પડાઇ નથી. અછત માટે અલગ મહેકમ જાહેર કરાયા બાદ તેનું અમલીકરણ કરાયું નથી. આમ અછત જાહેર થયા બાદ અસરકારક રીતે અમલ ન કરાતાં પશુઓની તેમજ રાહત કામ ન શરૂ થવાના કારણે ગરીબ શ્રમિકોની હાલત કફોડી બની છે. સમસ્યાના ઉકેલ રૂપે તાત્કાલિક પગલા ભરવાની માગ તેમણે કરી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/AaoHvQAA

📲 Get Kutchh News on Whatsapp 💬