[kutchh] - મોટી રવ ગામે મોમાઈ મા નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

  |   Kutchhnews

રાપર તાલુકાના મોટી રવ ગામે આવેલા તખતસંગ દાદા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના પધરામણી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું. જેમાં દાતા તરીકે મહેન્દ્રસિંહ છત્રસિંહ જાડેજા રહ્યા હતા. તો મોમાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે મોટી રવ ગામના ભાયાતો જેમાં જિયાણી દાદા પરિવાર, ગજરાણી દાદા પરિવાર, કેસરાણી દાદા પરિવાર, વાઘાણી દાદા પરિવારના ભાયાતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે પંચજન્ય હવનનું આયોજન કરાયું હતું. જેમાં બેસવાનો લાભ મહેન્દ્રસિંહ છત્રસિંહ જાડેજા પરિવારે લીધો હતો. સમગ્ર આયોજનની વ્યવસ્થા જિયાણી પરિવાર અને તખેસંગ પરિવારના દિલુભા ધીરુભા જાડેજા, મદારસંગ નાગજી જાડેજા, પ્રવીણસિંહ જાડેજા, હઠુભા મુરુભા જાડેજા, બળવંતસિંહ મનુભા જાડેજા, દેવુભા વેલુભા જાડેજા, મહેન્દ્રસિંહ જટુભા જાડેજા, મયુરસિંહ જાડેજા વગેરેએ સંભાળી હતી.

ફોટો - http://v.duta.us/qy9clQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LReB3wAA

📲 Get Kutchh News on Whatsapp 💬