[kutchh] - માતાજીના મઢમાં તિજોરી ન ખુલી તો બાજુના ઘરમાંથી ચેઇન અને 2 વીંટી ચોરી

  |   Kutchhnews

ભચાઉમાં થોડા દિવસોથી ચોરી,ચીલઝડપ અને લૂંટના બનાવો સામાન્ય થઇ ગયા હોય તેમ શહેરના પોશ ગણાતા વિસ્તારમાં આવેલા માતાજીના મઢમાં પ્રવેશી તિજોરી તોડી તેમાં રાખેલા સોના ચાંદીના દાગીના ચોરી કરવાની કોશીષ નાકામ થયા બાદ બાજુમાં આવેલા ઘરમાં ઘૂસી એક ચેઇન અને એક વીંટી ચોરી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવયો છે.

શહેરના માંડવીવાસ વિસ્તારમાં આવેલા ઓશવાળ સમાજના નંદુ નુખના દેવસ્થાન મોમાય માતાજીના મઢમાં કોઇ તસ્કરોએ મુખ્ય પ્રવેશદ્વારના તાળાં તોડી અંદર પ્રવેશ કરી અંદર રહેલા કબાટફંફોળી મોટી ચોરી કરવાની કોશીષ કરી હતી, કંઇ ન થતાં રૂમમાં રહેલી તિજોરી તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો પર઼તુ તેમાં સફળતા ન મળતાં બાજુની શેરીમા઼ રહેતા એએસઆર ક઼પનીમાં નોકરી કરતા પ્રમોદ ભીમાણીના ઘરમાં બાથરૂમની ગ્રીલ તોડી પ્રવેશ્યા હતા અને ઘરમાંથી એક સોનાની ચેઇન અને બે વીંટી ચોરી કરી નાસી ગયા હતા. બે દિવસ પહેલાં જ ભચાઉમાં આવેલા અંબે માતાજીના મંદિરની દાનપેટી તોડી રૂ.10 થી 12 હજારની ચોરીને અંજામ અપાયો હોવાની ઘટના બની હતી તો ભચાઉના પોશ ગણાતા આ માંડવીવાસ વિસ્તારમાં 20 દિવસમાં ચાર ચીલઝડપ ના તેમજ ત્રણ ચોરીના બનાવો બની ચુક્યા છે. આ જ વીસ્તારમાં જૈન સાધ્વી પર હુમલાનો બનાવ બન્યો હતો ત્યારે ભચાઉ પોલીસ હજી સાયલન્ટ મોડમાં હોવાથી લોકોમાં ચિંતા વધી છે.

ફોટો - http://v.duta.us/80PlVAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/oCqzTgAA

📲 Get Kutchh News on Whatsapp 💬