[navsari] - ખેલમહાકુંભની રાજયક્ક્ષાની રમતમાં રાનકુવા હાઇસ્કૂલના 40 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા

  |   Navsarinews

બી.એલ.પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવાના ખેલાડીઓ ખેલ મહાકુંભ 2018 માં ચીખલી તાલુકાકક્ષાએ અને નવસારી જિલ્લાકક્ષાએ અનેરી સિધ્ધીઓ સર કરી હતી.

ખેલ મહાકુંભ 2018ની રમતોમાં શાળાના ખેલાડીઓ ભાગ લીધો હતો જેમાં તાલુકાકક્ષાએ કબડ્ડીમાં 36 રસ્સાખેચમાં 36 અને એથ્લેટીક્સમાં 14, ચેસમાં 1, યોગમાં 2 ખેલાડી જિલ્લા કક્ષાની રમતમાં ભાગ લેવા ગયા જેમાં શાળાના 40 ખેલાડી જિલ્લાકક્ષાએ ઉમદા રમત બતાવી રાજ્યકક્ષાએ માટે ક્વોલીફાઇ થઇ આગામી દિવસોમાં શાળાના 8 ખેલાડીઓ જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં મેદાનમાં ઉતર્યા હતાં. જેમાંથી 5 ભાઇઓ અને 5 બહેનો વિજેતા બની રાજ્યકક્ષાએ રમવા ગયા હતાં.બી.એલ.પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવા ખેલ મહાકુંભ 2018 માં મોટા ભાગની રમતોમાં ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા જેના પરિણામે તાલુકાકક્ષાએ રસ્સાખેચની રમતમાં ભાઇઓ અંડર-17 ભાઇઓ-બહેનો પ્રથમ અબવ ભાઇઓ-બહેનો પ્રથમ અને કબડ્ડીમાં અંડર-14 ભાઇઓ પ્રથમ અંડર-17 બહેનો પ્રથમ એથ્લેટીક્સમાં 12 જેટલા ખેલાડીઓ દોડ,કુળ ફેકમાં ક્રમાંક પ્રાપ્ત કર્યા. તમામ ટીમો વિજેતા બની જિલ્લાકક્ષાએ ભાગ લઇ રાજ્યકક્ષાએ 40 ખેલાડીઓ ભાગ લેવા આગામી દિવસોમાં જશે એમ આ એમની અભૂતપૂર્વ સિદ્ધિએ શાળાનું ગૌરવ શાળાના વિશાળ રમતવીરો તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ પહોંચી રમતક્ષેત્ર કારકીર્દી માટે શાળાનું સ્વપ્નને સાકાર કર્યુ જે બદલ ખેલાડીઓને આચાર્ય સંજયકુમાર પરમાર તથા મંડળના હોદ્દેદારો અભિનંદન પાઠવ્યા હતાં.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/U_joAQAA

📲 Get Navsari News on Whatsapp 💬